How to Win Friends and Influence People in Gujarati (Lok Vyavhar)
229 pages
English

Vous pourrez modifier la taille du texte de cet ouvrage

Découvre YouScribe en t'inscrivant gratuitement

Je m'inscris

How to Win Friends and Influence People in Gujarati (Lok Vyavhar) , livre ebook

-

Découvre YouScribe en t'inscrivant gratuitement

Je m'inscris
Obtenez un accès à la bibliothèque pour le consulter en ligne
En savoir plus
229 pages
English

Vous pourrez modifier la taille du texte de cet ouvrage

Obtenez un accès à la bibliothèque pour le consulter en ligne
En savoir plus

Description

About the Author : Dale Carnegie (Nov. 24, 1888 - Nov. 1, 1955) was an American writer and lecturer, and the developer of courses in self-Improvement, Salesmanship, Corporate training, Public speaking, and Internal personal skills. One of the core ideas in his books is that it is possible to change other people's behaviour by changing one's behaviour towards them. All of his books are international best seller. About the Book : The book 'How to win Friends & Influence People' presents a lot on personality development thus making you an extraordinary person. The book provides fundamental techniques in handling people and big secret of dealing with people.By reading this book you get one of the best things that 'An increased tendency to think always in terms of other people's point of view, and see things from their angle', may easily prove to be one of the building blocks of your career.The book suggests you very simple ways to make a good first impression like 'the value of a smile', and how to become a good conversationalist. This self-help book provides very simple ways to make people like you and how to win them to your way of thinking, and suggest how to begin in friendly way.The book mentions the secret of Socrates, which in turn sets the psychological process of the listeners moving in the affirmative direction. The book helps in developing the Leadership Qualities too. A detailed study with various practical examples, incidences are mentioned herewith so that each concept becomes clear and easy to understand.In addition, DALE CARNEGIE hired a trained researcher to spend one and half years in various libraries reading everything he had missed, searching through countless biographies, over hundreds of magazine articles, trying to ascertain how the great leaders had dealt with people. This will sharply increase your skill in human relationship. The language of the book is lucid and simple. A must-read book for everyone.

Informations

Publié par
Date de parution 01 juin 2020
Nombre de lectures 0
EAN13 9789352617784
Langue English

Informations légales : prix de location à la page 0,0166€. Cette information est donnée uniquement à titre indicatif conformément à la législation en vigueur.

Extrait

લોક વ્યવહાર
પ્રભાવશાળી વ્યક્તિત્વની કળા

ડાયમંડ બુક્સ
eISBN: 978-93-5261-778-4
© પ્રકાશકાધીન
પ્રકાશક : ડાયમંડ પૉકેટ બુક્સ પ્રા. લિ.
X-30, ઓખલા ઇંડસ્ટ્રિયલ એરિયા, ફેઝ-II,
નવી દિલ્હી-110020
ફોન : 011- 41611861, 40712100
ફેક્સ : 011- 41611866
ઇ-મેઇલ : ebooks@dpb.in
વેબસાઇટ : www.diamondbook.in
સંસ્કરણ : 2016
LOK VYAVHAR
by : Dale Carnegie
પ્રસ્તાવના
'હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઍન્સ પીપલ'નું પ્રથમ સંસ્કરણ ૧૯૩૬માં છપાયું. એની ફક્ત પાંચ હજાર નકલ છાપવામાં આવી. ના તો ડેલ કારનેગીને, ના તો પ્રકાશકો સાઇમન એન્ડ શુસ્ટરને આશા હતી કે, આ પુસ્તકની આનાથી વધારે નકલો વેચાશે. એમને ખૂબ હેરાની થઈ, જ્યારે આ પુસ્તક રાતો-રાત લોકપ્રિય થઈ ગઈ અને જનતાએ એની એટલી માંગ કરી કે એના એક પછી એક સંસ્કરણ છાપવા પડ્યા. હ'હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઍન્સ પીપલ' પુસ્તકોના ઇતિહાસમાં સર્વકાલિક આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર બની ચુકી છે. આપણે એ નથી કહી શકતા કે, એની લોકપ્રિયતાનું કારણ એ હતું કે, એ સમયે મંદીનો દોર સમાપ્ત જ થયો હતો. હકીકતમાં એણે જનમાનસની એવી નસને સ્પર્શ કર્યો છે, એક એવી માનવ જરૃરિયાતને પૂરી કરી છે કે આ અડધી સદી પછી પણ સતત વેચાઈ રહી છે.
ડેલ કારનેગી કહ્યાં કરતા હતા કે, દસ લાખ ડૉલર કમાવવા સરળ છે, પરંતુ અંગ્રેજી ભાષામાં એક વાક્યાંશ લોકપ્રિય કરવું મુશ્કેલ છે. 'હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઍન્સ પીપલ' એક એવું જ વાક્યાંશ છે, જેને લોકોએ ઉદ્ઘૃત કર્યું છે, પૈરાફ્રૈજ કર્યું છે, પૈરોડી કર્યું છે અને રાજનીતિક કાર્ટૂનોથી લઈને ઉપન્યાસો સુધી અનંદ સંદર્ભોમાં પ્રયુક્ત કર્યું છે. આ પુસ્તકનું અનુવાદ દરેક લખાઈ શકાય તેવી ભાષાઓમાં થઈ ચુક્યું છે. દરેક પેઢીએ એને નવેસરથી શોધી છે અને એની પ્રાંસગિત્કતા અને એના મૂલ્યને ઓળખ્યું છે.
હવે આપણે તાર્કિક પ્રશ્ન પર આવીએ આવી પુસ્તકને રિવાઇઝ કરવાની જરૃર હતી, જે આટલી લોકપ્રિય અને શાશ્વત મહત્ત્વની છે? સફળતાની સાથે છેડછાડ કેમ?
એનો જવાબ જાણવા માટે આપણને એ અહેસાસ હોવો જોઈએ કે, ડેલ કારનેગી ખુદ જીવનભર પોતાની પુસ્તકોને રિવાઇઝ કરતાં રહ્યાં. 'હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઍન્સ પીપલ' એક પાઠ્યપુસ્તકના રૃપમાં લખવામાં આવી હતી, ઇફેક્ટિવ સ્પીકિંગ એન્ડ હ્યૂમન રિલેશન્સના કોર્સિસની પાઠ્યપુસ્તકના રૃપમાં. આ પુસ્તક આજે પણ એ જ રૃપમાં પ્રયુક્ત થઈ રહી છે. ૧૯૯૫માં પોતાની મૃત્યુ સુધી તેઓ સતત કોર્સને સુધારતા અને રિવાઇઝ કરતાં રહ્યાં, જેથી બદલાઈ રહેલી દુનિયાની બદલાઈ રહેલી જરૃરિયાતોનું ઉત્તમ ધ્યાન રાખી શકાય. વર્તમાન દુનિયાના બદલાઈ રહેલા સ્વરૃપ પ્રતિ ડેલ કારનેગીથી વધારે સંવેદનશીલ કોઈ ન હતું. એમણે પોતાની શિક્ષણ આપવાી રીતોને પણ સતત સુધારી. એમણે ઇફેક્ટિવ સ્પીકિંગની પોતાની પુસ્તકને કેટલીયવાર અપડેટ કરી. જો તેઓ થોડાં સમય વધારે જીવિત રહેતાં, તો એમણે ખુદ જ 'હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઍન્સ પીપલ'ને રિવાઇઝ કરી હોત, જેથી આ બદલાતી દુનિયામાં અધિક પ્રાસંગિક થઈ શકે.
પુસ્તકમાં આપવામાં આવેલા કેટલાય મહત્ત્વપૂર્ણ લોકોના નામ એના પ્રથમ પ્રકાશનના સમયે પ્રસિદ્ધ હતા. કેટલાંક ઉદાહરણ અને વાક્યાંશ હવે જૂના લાગે છે, એ જ પ્રકારે જેમ આપણને કોઈ વિક્ટોરિયન નવલકથાનું સામાજિક વાતાવરણ જૂનું લાગે છે. આ પુસ્તકનો મહત્ત્વપૂર્ણ સંદેશ અને સંપૂર્ણ પ્રભાવ વધારે હદ સુધી કમજોર થઈ ગયો હતો.
આ રિવીઝનમાં અમારો ઉદ્દેશ્ય આ પુસ્તકને આધુનિક વાચક માટે સ્પષ્ટ અને સુદૃઢ કરવાનો છે, એના મૂળ ભાવથી છેડછાડ કર્યા વગર. અમે 'હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઍન્સ પીપલ'ને 'બદલી' નથી, અમે એમાંથી છિટપુટ વસ્તુઓ હટાવી છે અને કેટલાંક સમકાલીન ઉદાહરણ જોડ્યા છે. કારનેગીની ઉતાવળી, જોશીલી શૈલી હજુ પણ યથાવત્ છે, ત્યાં સુધી કે ત્રીસના દશકનો સ્લૈંગ પણ ઉપસ્થિત છે. ડેલ કારનેગીએ એ જ પ્રકારે લખ્યું, જે પ્રકારે તેઓ બોલતા હતા, ઉત્સાહી, વાચાળ, ચર્ચા કરવાવાળી શૈલીમાં.
તો એમના અવાજમાં, આ પુસ્તકમાં હજુ પણ એટલો જ દમ છે, જેટલો પહેલાં હતો. દુનિયાભરમાં લોકો કારનેગી કોર્સિસથી પ્રશિક્ષિત થઈ રહ્યાં છે અને એમની સંખ્યા દર વર્ષે વધતી જઈ રહી છે અને લાખો લોકો 'હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઍન્સ પીપલ'ને વાંચીને પોતાના જીવનને સુધારવા માટે પ્રેરિત થઈ રહ્યાં છે. એ બધાની સામે અમે આ સંશોધિત પુસ્તક પ્રસ્તુત કરી રહ્યાં છીએ, જેમાં અમારું યોગદાન ફક્ત એટલું જ છે કે, અમે એક સુંદર ઉપકરણને થોડું વધારે ચમકાવી દીધું છે અને નિખારી દીધું છે.
- ડોરોથી કારનેગી (મિસિસ ડેલ કારનેગી)
અનુક્રમ પુસ્તક લેખનની રૃપરેખા ભાગ - એક લોકોને પ્રભાવિત કરવાના અચૂક નૂસખાં ૧. મધ એકઠું કરવા માટે મધમાખીના મધપૂડા પર લાત નથી મારતા ૨. વ્યવહારકુશળ બનવા માટે સફળ ઉપાય ૩. નવું કરવા માટે દુનિયામાં સૌથી અલગ બનવું પડે છે ભાગ - બે લોકોના દિલમાં જગ્યા બનાવવાની 6 સરળ રીત ૧. પ્રત્યેક સ્થાન પર સન્માન કેવી રીતે મેળવશો ૨. લોકોને પ્રભાવિત કરવાની સરળ રીત ૩. જો તમે એ નથી કરી શકતા, તો તમે મુસીબતમાં છો ૪. સફળ વક્તા બનવાના સરળ ઉપાય ૫. લોકોમાં રુચિ વધારો ૬. લોકોને તુરંત પ્રભાવિતક કેવી રીતે કરશો ભાગ - ત્રણ શું કરશો કે બીજા તમારી વાત માની જાય ૧. વિવાદથી કોઈને કોઈ લાભ નહીં ૨. પોતાના દુશ્મનને જાણો અને સમજો ૩. ભૂલ સ્વીકારવાથી દૂર ના ભાગવું જોઈએ ૪. મધનું એક ટીપું જ પર્યાપ્ત છે ૫. સુકરાતનું રહસ્ય ૬. ફરિયાદોથી મુક્તિ ૭. બીજાઓનો સહયોગ કેવી રીતે લેવામાં આવે ૮. ઉત્તમ ટેકનીક ચમત્કાર પણ કરી શકે છે ૯. મનુષ્ય શું ઇચ્છે છે? ૧૦. તે, જે દરેક વ્યક્તિ પસંદ કરે છે ૧૧. જ્યારે ફિલ્મોમાં થઈ શકે છે, તો હકીકતમાં કેમ નહીં ૧૨. જ્યારે કામ ન બને, તો આવું કરો ભાગ - ચાર ઠેસ પહોંચાડ્યા વગર લોકોને કેવી રીતે બદલવામાં આવે ૧. ભૂલોની જાણ કેવી રીતે લગાવશો ૨. દર્દીને બચાવવા માટે આલોચના કરો ૩. બીજાઓની ભૂલોથી પહેલાં પોતાની ભૂલો બતાવો ૪. કોઈના પર હુકમ ચલાવવાથી બચો ૫. સામેવાળાને સન્માન બચાવવાનો અવસર આપો ૬. સફળતા પ્રાપ્ત કરવાની અસરકારક ટેકનીક ૭. ખરાબને પણ સારું જ નામ આપો ૮. ભૂલ સુધારવી મુશ્કેલ નથી ૯. યોગ્ય ટેકનીક એ જ, જેનાથી લોકો તમારું કામ કરવા લાગે
પુસ્તક લેખનની રૃપરેખા
વીસમી શતાબ્દીના પ્રારંભિક પાંત્રીસ વર્ષોમાં અમેરિકામાં બે લાખથી વધારે પુસ્તકો પ્રકાશિત થઈ, પરંતુ મોટાભાગની પ્રભાવહીન તેમજ નીરસ હતી, આથી વેચાણના હિસાબથી પણ તે લાભનો સોદો બની ન હતી. આ ફક્ત મારો જ વિચાર ન હતો, પરંતુ એક મોટા પ્રકાશન સમૂહના અધ્યક્ષે પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો.
પરંતુ હવે સવાલ ઊઠે છે કે, આ બધું જાણ્યા પછી પણ હું આ પુસ્તક કેમ લખી રહ્યો છું? અને તમે એને વાંચવાની ભૂલ કેમ કરી રહ્યાં છો?
બંને જ પ્રશ્ન એકદમ સચોટ છે તથા આ બંને જ પ્રશ્નોના જવાબ આપવાનો હું પૂરે-પૂરો પ્રયાસ કરીશ.
સન્ ૧૯૧૨થી હું ન્યૂયૉર્કમાં વેપારથી જોડાયેલા વ્યક્તિઓ તેમજ વ્યાવસાયિક લોકો માટે પોતાનો શૈક્ષણિક પાઠ્યક્રમ ચલાવી રહ્યો છું. પ્રારંભિક દિવસોમાં હું લોકોને સાર્વજનિક રૃપથી બોલવાની કળા શિખવાડતો હતો, પરંતુ પછી મને મહેસૂસ થયું કે પ્રભાવી ઢંગથી બોલવાની કળાની સાથે-સાથે એ પણ જરૃરી છે કે, દરેક વ્યક્તિ એ જાણી જાય કે પ્રતિદિવસના વેપારિક તથા સામાજિક જીવનમાં લોકોની સાથે કયા પ્રકારે વ્યવહાર કરવામાં આવે.
દરેક વ્યક્તિ માટે પોતાના ક્ષેત્રથી જોડાયેલા વ્યક્તિને પ્રભાવિત કરવો સૌથી મોટો પડકાર હોય છે, પછી ભલે તે એન્જિનિયર હોય, ડૉક્ટર કે પછી સમાન્ય ધોબી કે દરજી જ કેમ ના હોય.
હવે શું તમને નથી લાગતું કે, આ કિંમતી કળાને શિખવાડવા માટે દુનિયાની પ્રત્યેક કૉલેજમાં વિશેષ પાઠ્યક્રમ ચલાવવા જોઈએ, પરંતુ મેં તો આજ સુધી એવાં કોઈ પાઠ્યક્રમ કે કૉલેજનું નામ નથી સાંભળ્યું.
કેમ કે આજ સુધી લોક વ્યવહારની કળાથી સંબંધિત કોઈ પણ પુસ્તક નથી લખવામાં આવી, આથી આ પુસ્તકને તૈયાર કરવામાં મેં અથાગ પરિશ્રમ કર્યો છે. મેં અખબારો તેમજ પત્રિકાઓના લેખ, પારિવારિકી અદાલતોના રેકૉર્ડ તથા નવાં-જૂનાં બધા દાર્શનિકોને વાંચી નાખ્યાં. એકલા થઇયોડોર રૃઝવેલ્ટના જ મેં સો જીવનચરિત્રો વાંચ્યા.
મેં કેટલાય સફળ વ્યક્તિઓ, જેમ કે માર્કોની તથા ઍડીસન જેવાં આવિષ્કારક, ફ્રેંકલીન ડી. રૃઝવેલ્ટ તથા જેમ્સ ફાર્લે જેવા રાજનીતિજ્ઞ, ઓવેન ડી.યંગ જેવાં બિઝનેસ લીડર, ક્લાર્ક ગેબલ તથા પિકફોર્ડ જેવાં મૂવી સ્ટાર્સ તથા માર્ટિન જૉનસન જેવાં સંશોધક લોકોના વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લઈ નાખ્યા.
આ પુસ્તક એ પ્રકારે નથી લખવામાં આવી, જેમ સામાન્ય રીતે પુસ્તકો લખવામાં આવે છે. આ તો એ જ પ્રકારે ધીમે-ધીમે મોટી થઈ છે, જેમ કોઈ બાળક માતા-પિતાની છત્રછાયામાં મોટું થાય છે. આ એક પ્રયોગશાળામાં મોટી થઈ છે અને એમાં અગણિત વયસ્કોના અનુભવોનો જીવંત નિચોડ છે.
અહીંયા જે નિયમ આપવામાં આવ્યા છે, તે કોરાં સિદ્ધાંત કે અંધારામાં છોડવામાં આવેલા તીર નથી, પરંતુ તે તો જાદૂની જેમ મંત્રમુગ્ધ કરવાવાળા છે.
આ પુસ્તકનું એક માત્ર લક્ષ્ય એ જ છે કે, તમે પોતાની સુઈ રહેલી ક્ષમતાઓ તથા શક્તિઓથી સારી રીતે પરિચિત થાઓ, જેથી તમારું જીવન સુખમય બની શકે. પ્રિંસ્ટન યૂનિવર્સિટીના ભૂતપૂર્વ અધ્યક્ષ ડી. જૉન જી. હિબ્બનનો મત હતો - 'શિક્ષણ જીવનની સ્થિતિઓનો સામનો કરવાની યોગ્યતા છે.'
જો પ્રથમ ત્રણ અધ્યાય વાંચ્યા પછી તમને લાગે કે, તમે કશું પણ નથી શીખ્યું અથવા પછી મે જીવનની સ્થિતિઓનો સામનો કરવા માટે યોગ્ય નથી બની શક્યા, તો હું સમજી લઈશ કે તમને સમજાવવામાં આ પુસ્તક સફળ નથી થઈ, કેમ કે જેમ હરબર્ટ સ્પેંસરે લખ્યું છે - 'શિક્ષણનો ઉદ્દેશ્ય જ્ઞાન નહીં, બલ્કે કર્મ છે.'
આ પુસ્તક કર્મ વિશે લખવામાં આવી છે.
- ડેલ કારનેગી
 
 
 
 
ભાગ - એક
લોકોને પ્રભાવિત કરવાના અચૂક નૂસખાં
1
મધ એક્ઠું કરવા માટે મધમાખીના મધપૂડા પર લાત નથી મારતાં
સન્ ૧૯૩૧ની ૭મી મેએ ન્યૂયૉર્કમાં એક મોટી અથડામણ થઈ રહી હતી. આ અથડામણ એસમયે પોતાના અંતિમ પડાવ પર હતી, આથી લોકોની વચ્ચે એનો ખૂબ રોમાંચ હતો. મહીનાઓ સુધી લુકા-છુપીની રમત રમ્યા પછી અંતમાં હત્યારા ક્રૉલેને ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યો હતો. ત્યાં પર તે 'દુનાલી બંદૂક'ના નામથી પ્રસિદ્ધ હતો. જે હત્યારો આ સમયે ચારે તરફથી ઘેરાયેલો હતો અને વેસ્ટ ઍવન્યૂમાં પોતાની પ્રેમિકાના ઘરમાં છુપાયેલો હતો, તે હત્યારો ના તો સિગારેટ પીતો હતો, ના દારૃને હાથસુદ્ધાં અડાવતો હતો.
તે ઉપરના માળે છુપાયેલો હતો અને ૧૫૦થી વધારે પોલીસવાલા અને જાસૂસ, ધરતીથી લઈને છત સુધી એને ચારે તરફથી ઘેરીને ઊભા હતા. પોલીસવાળાઓએ છતમાં છેદ કરીને તથા ટિયરગેસનો ઉપયોગ કરીને આ કુખ્યાત હત્યારાને બહાર કાઢવાનું ઇચ્છ્યું. આસપાસની ઇમારતો પર પણ મશીનગનો તથા બંદૂકોથી ગોળીઓનો વરસાદ થતો રહ્યો. ક્રૉલે એક ખુરશીની પાછળ છુપાઈને પોલીસ પર સતત ગોળીઓ વરસાવી રહ્યો હતો. હજારો લોકો, પોલીસ અને હત્યારાની આ અથડામણનો રોમાંચક આનંદ લઈ રહ્યાં હતા. કદાચ જ આનાથી પહેલાં ન્યૂયૉર્ક શહેરમાં આવું દૃશ્ય સામે આવ્યું હોય.
અંતમાં ક્રૉલેને પકડી લેવામાં આવ્યો. પોલીસ કમિશનર ઈ.પી. મલરૃનીએ બતાવ્યું કે, તે ન્યૂયૉર્કના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી ખતરનાક અપરાધીઓમાંથી એક હતો. કમિશનરે કહ્યું - 'તે એટલો સચેત અને ચુસ્ત હતો કે, પાંખો ફડફડાવાની આહટ પર જ કોઈને પણ મારી નાખતો હતો.'
પરંતુ 'દુનાલી બંદૂક' ખુદ પોતાની નજરોમાં શું હતો? અમને આ જાણકારી આથી મળી શકી, કેમ કે જ્યારે પોલીસ એના પર ગોળીઓનો વરસાદ કરી રહી હતી, એ સમયે ક્રૉલેએ એક ચિઠ્ઠી લખી. ચિઠ્ઠી લખતાં સમયે એની ઇજાઓથી સતત વહેતા લોહીના નિશાન એ ટ્ઠ્ઠી પર પણ લાગી ગયા હતા. આ ચિઠ્ઠીમાં ક્રૉલેએ લખ્યું હતું - 'મારી બુશર્ટના નીચે એક અત્યંત જ દયાળુ, પરંતુ દુઃખી દિલ છે, એક એવું કોમળ દિલ, જે કોઈને પણ નુકસાન પહોંચાડવા નથી ઇચ્છતું.'
પત્ર લખવાના થોડાં સમય પહેલાંની આ વાત છે, એક વાર ક્રૉલે લીગ આઇલેન્ડ પર ગામના સુમસામ રસ્તા પર પોતાની પ્રેમિકાની સાથે મોજ-મસ્તી કરી રહ્યો હતો. અચાનક જ એક પોલીસવાળો એની કારની પાસે આવીને એનાથી લાયસન્સ બતાવવા માટે કહેવા લાગ્યો.આટલી જ વાતની સજા પોલીસવાળાને પોતાની મોતથી ચુકાવવી પડી. ક્રૉલેએ કશું પણ ના કહ્યું અને પોતાની રિવૉલ્વર કાઢીને પોલીસવાળાની છાતીને ગોળીઓથી ભરી દીધી. જેવો જ પોલીસવાળો જમીન પર પડી ગયો, તો ક્રૉલેએ અન્ય એક ગોળી એ મરેલાં ઓફિસરની છાતીમાં દાગી દીધી. વિચારો, આટલો ક્રૂ

  • Univers Univers
  • Ebooks Ebooks
  • Livres audio Livres audio
  • Presse Presse
  • Podcasts Podcasts
  • BD BD
  • Documents Documents