acha Insaan Safal Vijeta Kaise Bane
205 pages
English

Vous pourrez modifier la taille du texte de cet ouvrage

Découvre YouScribe en t'inscrivant gratuitement

Je m'inscris

acha Insaan Safal Vijeta Kaise Bane , livre ebook

-

Découvre YouScribe en t'inscrivant gratuitement

Je m'inscris
Obtenez un accès à la bibliothèque pour le consulter en ligne
En savoir plus
205 pages
English

Vous pourrez modifier la taille du texte de cet ouvrage

Obtenez un accès à la bibliothèque pour le consulter en ligne
En savoir plus

Description

This book is extremely close to my heart and also holds immense significance in today?s times. Based on my own life and experiences, I believe there are a lot of good people around us, with noble character and honest intentions. However, despite all their positive efforts, they are unable to achieve the fame and success that they truly deserve.This book analyses and explains the reasons behind this contradiction in great detail. This book introduces the readers to new possibilities and novel strategies for guiding their positive effort towards success. In order to achieve results, it is important to channelize our energy positively and in the right direction.

Informations

Publié par
Date de parution 06 novembre 2020
Nombre de lectures 0
EAN13 9789352615414
Langue English

Informations légales : prix de location à la page 0,0132€. Cette information est donnée uniquement à titre indicatif conformément à la législation en vigueur.

Extrait

પ્રામાણિક માણસ સફળ વિજેતા કેવી રીતે બને

ડાયમંડ બુક્સ
eISBN: 978-93-5261-541-4
© પ્રકાશકાધીન
પ્રકાશક : ડાયમંડ પૉકેટ બુક્સ પ્રા. લિ.
X-30, ઓખલા ઇંડસ્ટ્રિયલ એરિયા, ફેઝ-II,
નવી દિલ્હી-110020
ફોન : 011- 41611861, 40712100
ફેક્સ : 011- 41611866
ઇ-મેઇલ : ebooks@dpb.in
વેબસાઇટ : www.diamondbook.in
સંસ્કરણ : 2016
PRAMANIK MANAS SAFAL VIJETA KEVI RITE BANE
by : Shashikant ‘Sadaiv’
ભૂમિકા


વેદપ્રતાપ વૈદિક (પ્રખ્યાત પત્રકાર, વિચારક તેમજ રાજનીતિક વિશ્લેષક)
આજના સંદર્ભમાં એવી પુસ્તકની વિશેષ જરૃર છે. જો પોતાના અનુભવના આધાર પર કહું તો આજે પણ સારા-પ્રામાણિક માણસોની આ ધરતી પર કમી નથી, પરંતુ અનેક પ્રામાણિકતાઓ પછી પણ એમને તે જીત, તે પડાવ પ્રાપ્ત થતો નજર નથી આવતો, જેના તેઓ અધિકારી છે. કેમ? શશિકાંત 'સદૈવ'ની આ પુસ્તક, શોધની સાથે વિસ્તારપૂર્વકથી આ વાત પર પ્રકાશ ફેંકે છે.
સત્ય વાત તો એ છે કે, જે પ્રકારે આજનું વાતાવરણ છે, એમાં સફળ થવું અને સફળ વિજેતા બનવું એ કોઈ સરળ વાત નથી કેમ કે, અહીંયા તમારા કાર્ય તેમજ માર્ગમાં તમારી મદદ કરવાવાળા હાથ ઓછાં છે અને અડચણો નાંખવાવાળા અધિક છે. ચાલાક તેમજ ઈર્ષ્યાથી ભરેલા લાકોની વચ્ચે પોતાના વ્યક્તિત્વ તેમજ ચરિત્રને જીવિત રાખી શકવું ખરેખર એક પડકારભર્યું કામ છે. એવામાં સકારાત્મક રૃપથી સૌથી આગળ નિકળીને, સફળતાના શિખરને સ્પર્શવું દુર્લભ લાગે છે, પરંતુ આ પુસ્તક પ્રામાણિક માણસના સફળ વિજેતા બનવા માટે ના ફક્ત બધી સંભાવનાઓ ઉપલબ્ધ કરાવે છે બલ્કે એના માટે વ્યવહારિક તેમજ સક્રિય માર્ગ પણ પ્રશસ્ત કરે છે. એટલું જ નહીં, સફળતાના સાચા અર્થ શું છે? શું છે સફળ વિજેતા થવાના નિયમ તથા એક પ્રામાણિક-સારો માણસ કેમ તેમજ કયા કારણોથી સફળ નથી થઈ શકતો? બધું જ ઉદાહરણ સહિત સમજાવતાં, હાથમાં વિજેતા થવાની ચાવી થમાવે છે આ પુસ્તક.
આપણી નાની-મોટી, રોજબરોજની વાત, આદત, વર્તન તેમજ વ્યવહાર વગેરે ક્યાં, કેમ અને કેવી રીતે આપણાં પૂરાં પ્રયત્નો પર પાણી ફેરવી દે છે, કેમ સારા ઉદ્દેશ્યથી કરવામાં આવેલું કામ પણ આપણને નકારાત્મક પરિણામના અધિકારી બનાવી દે છે, એ બધા અવરોધોને સમાધાનની સાથે ખૂબ ઝીણવટથી રાખ્યું છે શશિકાંત 'સદૈવ'એ આ પુસ્તકમાં.
મેં જોયું છે મોટાભાગના સારા-પ્રામાણિક માણસ બીજાઓની મદદ કરવા, એમને દુઃખ-તકલીફથી ઉગારવામાં રત રહે છે. એમના દ્વારા પાર લગાવેલા લોકો એમનાથી આગળ નિકળી જાય છે અને તેઓ ત્યાં જ રહી જાય છે. સારા લોકોની આવી હાલતને કારણે જ ઘણાં બધા લોકોમાં એ ધારણા બની છે કે, 'સારાનો જમાનો નથી રહ્યો, આ દુનિયા પ્રામાણિકો માટે નથી', વગેરે-વગેરે. પરંતુ સત્ય હંમેશાં હાથની પાંચ આંગળીઓની જેમ હોય છે, એટલે કે બધા લોકો એક જેવા નથી હોતા. એવા પણ કેટલાય લોકો છે, જે પ્રામાણિક માણસ પણ છે અને સફળ વિજેતા પણ છે પણ એમની સંખ્યા એટલી ઓછી છે કે, એમને આંગળીઓના વેઢાં પર ગણી શકાય છે. એવામાં પ્રશ્ન ઊઠે છે કે, શું અસફળતાના ડરથી સારો માણસ સફળ થવાનું સપનું છોડી દે અથવા ખરાબ માર્ગને પસંદ કરીને, ઘેટાં-બકરાંની ચાલમાં સામેલ થઈને, પોતાના વ્યક્તિત્વ તેમજ અસ્તિત્વને ભસ્મ કરી દે? ના! જીવન હારવાનું, નકારાત્મકતાનું નામ નથી. જો અહીંયા સમસ્યા છે, તો સમાધાન પણ છે અને શશિકાંત 'સદૈવ'ની આ પુસ્તક એવી જ એક આશા જગાવે છે. આ માણસને , સારો-પ્રામાણિક બનવા માટે તો પ્રેરિત કરે છે છે, સાથે જ સારા-પ્રામાણિક માણસને હિંમત આપવાની સાથે-સાથે નવો માર્ગ પણ બતાવે છે કે, તે કેવી રીતે પોતાની પ્રામાણિકતાઓને જાળવીને ખુદને સફળ વિજેતા તેમજ લોકોનો આદર્શ બનાવી શકે છે.
વ્યક્તિત્વ વિકાસ તેમજ આત્મરૃપાંતરના ક્ષેત્રમાં શશિકાંત 'સદૈવ'ની આ પુસ્તક પ્રશંસનીય છે. હું આશા કરું છું કે, આ પુસ્તક ના ફક્ત દરેક માણસને સારો માણસ બનવાની પ્રેરણા આપશે બલ્કે પ્રામાણિક માણસને સફળ બનાવવામાં મદદ પણ કરશે. હું એમને આ પુસ્તક માટે અભિનંદન સહિત શુભકામનાઓ પાઠવું છું.
 
પ્રસ્તાવના
આમ તો ફરિયાદ કરવી મનુષ્યનો સ્વભાવ છે, પરંતુ સીધા-સાદા લોકોને ફરિયાદથી ભરેલા કંઈક વધારે જ જોઈ શકાય છે અને કોઈ ફરિયાદ એમને હોય કે ના હોય પણ એ ફરિયાદ એમને અવશ્ય હોય છે કે, આટલા સીધા, પ્રામાણિક અને મનથી સાફ હોવા છતાં પણ તે એટલા, એ હદ સુધી સફળ નથી થઈ શકતા, જેટલાં ચાલાક, જૂઠ્ઠાં તેમજ અપ્રામાણિક લોકો થઈ જાય છે. આસ-પાડોશ તેમજ ઘર-પરિવારવાળા સારા માણસની પ્રશંસા કરે છે, લોકો એમના વ્યક્તિત્વનું ઉદાહરણ આપે છે, ઘણાં લોકોના તેઓ તો પ્રેરણાસ્ત્રોત હોય છે, પરંતુ સફળ વિજેતાની દોડમાં ત્યાં નથી હોતાં, જ્યાં એમણે હોવું જોઈએ અથવા થોડી ઘણી સફળતા જે એમના ગંભીર પ્રયાસો પછી અંતમાં જઈને મળે છે, તે જ સફળતાનો સ્વાદ ચાલાક માણસ થોડા મહીનાઓ તેમજ વર્ષોમાં ઓછી મહેનતથી મેળવી લે છે. કેમ એવી પરિસ્થિતિ આવે છે કે, માણસ સારો હોવા છતાં પણ ખરાબથી માત ખાઈ જાય છે?
આ પ્રશ્ન સદીઓથી માન-મનને વ્યથિત કરતાં રહ્યો છે કે, કેમ આ સંસારમાં ખોટું સારા પર હાવી થતું રહે છે, જ્યારે કે બધા ઇચ્છે છે કે, 'સારા'નું વર્ચસ્વ જળવાઈ રહે પરંતુ 'સારા'નું વર્ચસ્વ બુરાઈના રહેતા સ્થાપિત નથી થઈ શકતું. આ જ હકીકત મોટાભાગે સાહિત્ય-સિનેમા વગેરેમાં પણ ઉજાગર થતી રહે છે. ત્રણ કલાકની ફિલ્મમાં અંતિમ રીલ સુધી તો ખલનાયક જ મોજ કરે અને નાયક સંઘર્ષ કરતાં નજરે પડે છે, પણ અંતની પાંચ મિનિટના દૃશ્યોમાં નાયક, ખલનાયકને સમાપ્ત કરી દે છે. રામાયણને જ લઈ લો, અંતમાં ભલે જ રામ જ જીતે છે, પણ એમના જીવતા-જીવ રાવણ કેવી રીતે સીતાને હરી લે છે? કેવી રીતે કોઈ રાણી દાસી મંથરાની વાતોમાં આવી જાય છે? સારા માણસોને જો સફળ થવું છે, સફળ વિજેતા બનવું છે, તો એમણે સફળતાના વિજ્ઞાનને પણ જાણવું તેમજ સમજવું પડશે.
જો સફળતા ધનને કારણે મળતી, તો તમામ એવા લોકો પણ સફળ નજરે પડતાં, જેમના આપણે નામસુદ્ધાં નથી જાણતા. સફળ થવું અને વિજેતા બનવું સરળ નથી. સારા માણસોને ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે, ત્યારે જ તેઓ બની શકે છે સફળ વિજેતા. આ પુસ્તક આ જ વિષયને કેન્દ્રમાં રાખીને લખવામાં આવી છે કે, સારો માણસ સફળ વિજેતા કેવી રીતે બને. આ પુસ્તકમાં એ બધી વાતો-તથ્યોનું વિસ્તારથી વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ પુસ્તક તમને એ હકીકતોથી, વાતોથી, સંભાવનાઓથી અને આશાઓથી રૃબરૃ કરાવશે, જે કોઈ પ્રામાણિક માણસની સફળતામાં અડચણો ઊભી કરે છે અથવા સફળતામાં બાધક હોય છે, સાથે જ એક સારો, પ્રામાણિક અને સીધો માણસ કેવી રીતે પોતાની તમામ પ્રામાણિકતાને જાળવીને સફળ વિજેતા બની શકે છે, એનો વ્યવહારિક પથમાં પણ પ્રદર્શિત કરે છે.
આ સંસાર બે વર્ગના લોકોનો, એટલે સારા તેમજ ખરાબનો સંગમ છે. એક હોય છે તેજ-તર્રાર એટલે ચાલાક લોકો, જે શોષણ કરે છે, તો બીજી તરફ હોય છે સીધા-સાદા એટલે ભોળા લોકો, જેમનું શોષણ થાય છે. એમનો આપસી ટકરાવ થતો જ રહે છે. નેક, સીધા અને પ્રામાણિક માણસ હંમેશાં સંઘર્ષમાં લાગેલો રહે છે. તે એક-એ પાઈ જોડીને પોતાની ઝૂંપડી બનાવવામાં લાગ્યો રહે છે. તો, ચાલાક માણસ નોટોના મહેલોમાં રાજ કરે છે. સીધા માણસના હાથમાં લાગે છે ચિંતાઓ, મજબૂરીઓ, ગાળો, એકલતા એ અફસોસ, ત્યાં જ ચાલાક માણસને મળે છે પ્રશંસા, સત્તા, હોદ્દો, ગાદી અને ઓળખ. કેમ સારા માણસની સફળતા ચાર દિવસની ચાંદની બનીને રહી જાય છે? કેમ સારો માણસ સારો હોવા છતાં પણ તેજ કે ચાલાક માણસથી આગળ નથી નિકળી શકતો? કેમ સારા માણસનું વ્યક્તિત્વ ચર્ચા માત્ર બનીને, સમેટાઈને રહી જાય છે. સમાચારોમાં નથી આવી શકતો તેમજ મેડલ નથી એક્ઠા કરી શકતો? પ્રામાણિકતાનું મહત્વ સમજતાં હોવા છતાં પણ લોકો સારો માણસ બનવા કેમ નથી ઇચ્છતા અથવા પ્રામાણિકતાના માર્ગ પર વધારે સમય સુધી નથી ચાલી શકતા? વગેરે સવાલોનું નિરાકરણ કરે છે આ પુસ્તક તથા વ્યાવહારિકતા તેમજ સંતુલનના માધ્યમથી કેવી રીતે સફળ બનેલા વિજેતાના ગુણ પણ શીખવાડે છે.
|| વિષય સૂચી || આ પુસ્તક કેમ? શું સફળ માણસ, સારો માણસ નથી થતો? શું સારો માણસ સફળ નથી હોતો? સારો માણસ સફળ કેમ નથી થઈ શકતો? સારા માણસના ગુણ સફળ વિજેતા બનવા માટે સારો માણસ શું કરે સફળ વિજેતા બનવા માટે સારો માણસ શું ના કરે શું છે સફળતા, એને કેવી રીતે મેળવશો? સફળતાનો અર્થ બધું જ મેળવી લેવાનો નથી સફળતા માટે ભાગ્ય અને કર્મ બંને જરૃરી છે સફળ થવું છે, તો પોતાનું કામ કઢાવતા શીખો સફળતાનો આધાર આત્મવિશ્વાસ સફળ થવું છે, તો કરો આલોચનાનું સન્માન સફળતામાં મદદરૃપ સકારાત્મક વિચારસરણી કેવી રીતે રહેશો નકારાત્મક વિચારોથી દૂર? સફળતાની પ્રાપ્તિમાં સંગતિનું મહત્વ અસફળતા શિખવાડે છે સફળતાના પાઠ સફળ થવું છે, તો ખુદના ભરોસે રહો સફળ વિજેતા બનવા માટે શું કરશો લેખક પરિચય
આ પુસ્તક કેમ?

રામાયણના અંતમાં ભલે રામ જ જીતે છે, પણ એમના જીવતા-જીવ રાવણ કેવી રીતે સીતાને હરી લે છે? કેવી રીતે રાણી, દાસી મંથરાની વાતોમાં આવી જાય છે? આથી સારા માણસોએ જો સફળ થવું છે, સફળ વિજેતા બનવું છે, તો એમણે સફળતાના વિજ્ઞાનને પણ જાણવું તેમજ સમજવું પડશે.
સારો તેમજ પ્રામાણિક માણસ સફળ વિજેતા કેવી રીતે બને, એ ખરેખર એક રોચક તેમજ વિચારણીય વિષય છે. કહેવા માટે ભલે આ એક વિષય છે પરંતુ એમાં કેટલાય ઉપવિષય સામેલ છે, કેમ કે પહેલાં આપણે એ સમજવું પડશે કે, સારો-પ્રામાણિક માણસ કોણ છે, શું છે એની ઓળખ તેમજ પરિભાષા? બીજું, સફળતા શું છે, ખરી સફળતા કોને કહે છે? ત્રીજું, સફળ થવા માટે શું કરો? કોણ છે સાચો સફળ વિજેતા? ચોથું, વિજેતા અને સફળ વિજેતામાં શું અને કેટલો ફરક છે? પાંચમું, શું સારો માણસ સફળ નથી થઈ શકતો? અને છઠ્ઠું, જો સારો કે પ્રામાણિક માણસ સફળ નથી થતો, તો એનો અર્થ જે લોકો સફળ થાય છે તે સારા તેમજ પ્રામાણિક નથી હોતા? સફળ માણસ કેમ સારો માણસ નથી હોઈ શકતો? જો આપણે આ વિષયો પર યોગ્ય રીતે દૃષ્ટિ નાખીએ ત્યારે આપણે સમજી શકીશું કે, આ વિષય ખરેખર એટલાં રોચક તેમજ મહત્ત્વપૂર્ણ કેમ છે. આવો, ક્રમશઃ આપણે એક-એક વિષયને વ્યવસ્થિત રીતે સમજીએ.
સારા-પ્રામાણિક માણસની પરિભાષા
એક અર્થમાં સારા માણસની કોઈ પરિભાષા નથી કેમ કે જે આપણા માટે સારા છે, આપણે એને સારો કહી દઈએ છીએ, જે આપણા માટે ખરાબ છે, આપણે એને ખરાબ કહી દઈએ છીએ પણ જે આપણા માટે સારો છે તે બીજા માટે પણ સારો હોય એ જરૃરી નથી. અને એ વાતની પણ શું ગેરંટી છે કે, જે માણસ આપણા માટે આજે સારો છે, તે કાલે પણ આપણા માટે સારો રહેશે? સત્ય તો એ છે કે, જે માણસ આજે આપણા માટે ખરાબ છે, તે કાલે આપણા માટે સારો પણ થઈ જાય એની પણ સંભાવના છે. આથી સારા-પ્રામાણિક માણસના કેટલાય ગુણોને લઈને એક કલ્પના કરી છે, જેમ કે સારો માણસ સત્ય બોલવાવાળો, પ્રામાણિક, વફાદાર, મહેનતી, મૃદુભાષી, ત્યાગી, સંવેદનશીલ, બધાની મદદ કરવાવાળો, વ્યસનો તેમજ લતોથી દૂર રહેવાવાળો, બધાને એક સમાન સમજવાવાળો, બધાને પ્રેમ કરવાવાળો, બધું જ સ્વીકાર કરવાવાળો, પોતાની ભૂલ માનવાવાળો, ધૈર્ય તેમજ સંયમ રાખવાવાળો, ઈર્ષ્યા, ઘૃણા, લાલચ, નિંદા, ચોરી, અપ્રામાણિકતા, ભ્રષ્ટાચાર વગેરેથી દૂર રહેવાવાળો હોય છે. આમ તો, આ બધા ગુણ કોઈ એકમાં મળવા અશક્ય છે પરંતુ જેમાં આપણે આમાંથી અધિકતમ ગુણોને મેળવીએ, એને આપણે સારા-પ્રામાણિક તેમજ ભલા માણસની શ્રેણીમાં ગણીએ છીએ.
જે આપણા માટે સારો છે, તે બીજા માટે પણ સારો હોય એ જરૃરી નથી અથવા જે બીજા માટે ખરાબ છે, તે આપણા માટે પણ ખરાબ હોય એ જરૃરી નથી. અને એ વાતની પણ શું ગેરંટી છે કે, જે માણસ આપણા માટે આજે સારો છે, તે કાલે પણ આપણા માટે સારો રહેશે, એ જરૃરી નથી.
સફળતાની પરિભાષા
જે પ્રકારથી સારા માણસની કોઈ નિશ્ચિત પરિભાષા નથી, એ જ પ્રકારે સફળતાની પણ કોઈ મર્યાદિત પરિભાષા નથી કેમ કે, દરેક માણસ માટે સફળતાના પોતાના અલગ અર્થ છે. કોઈ માટે અધિક ધન એક્ઠું કરી લેવું સફળતા છે, તો કોઈ માટે ચાર માળનું મકાન બનાવી લેવું શફળતા છે. કોઈ માટે પોતાની તિજોરીમાં ઇનામોનો ઢગલો લગાવી લેવો સફળતા છે, તો કોઈ માટે પોતાના સપનાઓની કાર ખરીદી લેવી સફળતા છે. કોઈ માટે પરીક્ષામાં પ્રથમ આવવું સફળતાની પરિભાષા છે, તો કોઈ માટે મનગમતી જૉબ મેળવી લેવી સફળતાની પરિભાષા છે. કોઈની નજરમાં સત્તાની ખુરશી મેળવી લેવી સફળતા છે, તો કોઈ માટે પોતાના પ્રેમીથી લગ્ન કરી લેવા સફળતા છે. કોઈ ખુદને પોતાના ઘર-પરિવારવાળાઓ અથવા મિત્રો-દોસ્તોથી આગળ નિકળી જવું સફળતા સમજે છે, તો કોઈ સમાજ તેમજ દેશમાં નામ કમાવી લેવાને સફળતા સમજે છે. કોઈના માટે ઍવરેસ્ટ પર ચઢી જવું સફળતા છે, તો કોઈના માટે

  • Univers Univers
  • Ebooks Ebooks
  • Livres audio Livres audio
  • Presse Presse
  • Podcasts Podcasts
  • BD BD
  • Documents Documents